Feeds:
Posts
Comments

Posts Tagged ‘prem’


feelings

Feelings


જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં

પાલવ અડક્યાનો મને વ્હેમ છે

સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી

ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો

કેમ કરી ઊતરવું પાનું?

મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,

હોઠખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે

હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ

ચાલતી દીવાલ થકી ઇંટો ?

ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ

કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી?

આપણી વચાળે જરી પ્રેમ છે

Advertisements

Read Full Post »