Feeds:
Posts
Comments

Posts Tagged ‘Gujarati’


gujarati poem

પ્રેમ-સાગર

શબ્દ લૌકિક હોય છે, અર્થો અલૌકિક હોય છે,
પ્રેમની ભાષા હંમેશાં પારિભાષિક હોય છે.

અશ્રુઓ એની નજરમાં દિવ્ય મૌક્તિક હોય છે,
પ્રેમીઓને મન દુ:ખો પણ પારિતોષક હોય છે.

આત્મને તો આત્મ સમજાવી શકે છે મૌનમાં,
આંતરિક આદેશ લેખિત કે ન મૌખિક હોય છે.

આંખ મળતાં આંખથી અર્પણ કરી બેસે છે ઉર,
ચાહકો સૌંદર્યના સંપૂર્ણ ભાવિક હોય છે.

પ્રેમ-સાગરમાં ભલા શું પૂછવું આધારનું!
નાવ મોજાંઓ અને તોફાન નાવિક હોય છે.

Read Full Post »


gujarati poem

Love

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલને,કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

પ્રેમ તો ઇશ્વરપણાનો ભાગ છે,
પરમ તત્વે લઇ જતો વૈરાગ છે.

ભાવ થી કરશો ભજન એ થઇ જશે,
માગશે કર્મો છતા એ ત્યાગ છે.

જો બળો તો જન્ન્તોને પામશો,
પ્રેમ તો યગ્નોની પાવક આગ છે.

-Bhushan

Read Full Post »


અહીં રહીશું તો ય કેટલું ? – મુકામ નથી !
હે જીવ ! ચાલુ ક્યાં ય આપણો વિરામ નથી !

સહાનુભૂતિ નથી, આશરાનું ધામ નથી;
અહીં તો કોઈના ય દિલમાં વસ્યો રામ નથી !

તમારી માંગ મુજબ લાગણી વહાવું હું ? –
હૃદય છે, કાંઈ આ બજારનું લિલામ નથી !

ખુશી પડે તો મળો, યા ન મળો, આંહીં તો
વિનયનું સૌને નમન, કોઈને સલામ નથી !

ભરોસો કેમ કરું સુસ્ત મારા ભાગ્ય ઉપર;
જરાય એનો સમય પર રહ્યો દમામ નથી !

કહે છે પ્રીત સમો કોઈ નથી આસવ ને
નયના જેવું કોઈ જોરદાર જામ નથી !

હવે જરૂર નથી રંગની કે મસ્તીની
ધરાવી જિન્દગી છે, કલ્પનાનું કામ નથી !

ક્ષિતિજો સ્વચ્છ રહે કેમ કરી જીવનની ? –
અપેક્ષાઓની આ વણઝારનો વિરામ નથી !

Read Full Post »


હવે થાકી ગયો સાકી પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેકતા મયથી.

ગગનામાં શું રહેછે ,કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.

બધાં દ્રશ્યો અલગ દેખાય છે ,એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં,તમે દેખોછો સંશયથી.

મને એ ભેદ લાગેછે દિલાસો આપનારઓ,
તમે મુજ દુર્દશા દેખી રહ્યા છો ખૂબ વિસ્મયથી.

હું જાણી જોઇને મારા કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કોઇ અજ્ઞાત તાર કોઇ આશયથી.

તમે અદ્રશ્ય રહી બાજી રમો ગાફેલ રાખીને,
મહત્તા કોઇની ઘટતી નથી એવા પરાજયથી.

ન મારી આ દશાને પણ ભૂલથી દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.

જવું છે એક દિ તો આજ ચાલ્યો જાઉં છું મિત્રો,
હું મહેફિલમાં નથી આવ્યો ટકી રહેવાનાં નિશ્ચયથી.

– હરીન્દ્ર દવે

Read Full Post »

« Newer Posts